સુરજ બાગના લોકાર્પણની પત્રિકામાં બાગ બગીચા સમિતિના ચેરમેનનું નામ ન છપાતા ભારે નારાજગી : MMC ના વોટ્સએપ ગ્રુપમાં રકઝક બાદ અનેક કોર્પોરેટરો ગ્રુપમાંથી લેફ્ટ થયામોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકામાં અગાઉથી જ અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. અવારનવાર આ બંને પક્ષો વચ્ચે આંતરિક ટકરાવ થવાના ઘણા બનાવો બન્યા છે. ત્યારે આજે સુરજ બાગના લોકાર્પણ કાર્યક્રમમાં વધુ એક વખત વિવાદ સામે આવ્યો હતો.પત્રિકામાં નામ ન હોવાથી રોષ સુરજ બાગના લોકાર્પણ માટે ગઈકાલે જે પત્રિકાઓ છાપવામાં આવી હતી, તેમાં બાગ બગીચા સમિતિના ચેરમેન અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયાનું નામ છાપવામાં આવ્યું ન હતું. આ બાબતે રોષ જોવા મળ્યા બાદ બીજી પત્રિકામાં તેમનું નામ છાપવામાં આવ્યું હતું. આજે સવારે જ્યારે મંત્રી કાંતિભાઈ લોકાર્પણ માટે આવ્યા ત્યારે ચેરમેને રજૂઆત કરી હતી કે અધિકારીઓ પોતાની મનમાની કરે છે અને પદાધિકારીઓને ગણકારતા નથી. તે સમયે કાંતિભાઈ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સામાન્ય સભા બાદની બેઠકમાં વિરોધનો સૂર સામાન્ય સભા પૂરી થયા બાદ અધિકારીઓ અને પદાધિકારીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પણ એવો સૂર ઉઠાવવામાં આવ્યો હતો કે અધિકારીઓ દ્વારા સમયસર કાર્યક્રમની જાણ કરવામાં આવતી નથી. પોતાના વોર્ડમાં કાર્યક્રમ હોવા છતાં જાણ કરવામાં ન આવતી હોવાનો અને યોગ્ય રીતે ગણકારવામાં ન આવતા હોવાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.વોટ્સએપ ગ્રુપમાં રકઝક થતા અનેક કોર્પોરેટરો ગ્રુપની બહારમોરબી મહાનગરપાલિકાના 52 કોર્પોરેટરો, કમિશનર અને ડેપ્યુટી કમિશનરનું MMC નું એક ગ્રુપ છે. આ ગ્રુપમાં પણ ગઈકાલની બાબતે ચર્ચા થતા રકઝક થઈ હતી, જેના પરિણામે બાગ બગીચા સમિતિના ચેરમેનને ગ્રુપમાંથી રિમુવ કરવામાં આવ્યા હતા. આ રિમુવ કરાતા જ અન્ય કાઉન્સિલરો અને ચેરમેનો પણ નારાજ થયા હતા અને ઘણા બધા કોર્પોરેટરો મહાનગરપાલિકાના આ ગ્રુપમાંથી રિમુવ થઈ ગયા છે.મેયરને રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં અધિકારીઓ કોઈને ગાંઠતા ન હોવા અંગે મેયરને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો સૂર ઉઠ્યો છે. યોગ્ય સંકલનના અભાવના કારણે કોર્પોરેટરોમાં અંદરોઅંદર ભારે રોષ જોવા મળે છે. આ અંગે બાગ બગીચા સમિતિના ચેરમેન અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો નંબર બંધ આવતો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMahanagarPalika #GujaratNews #LocalNews