દર રવિવારે સાંજે 5:00 થી 9:30 કલાકે સ્ટેશન રોડ સ્થિત જડેશ્વર મહાદેવ મંદિરે યોજાશે કાર્યક્રમ: મંત્રી, મેયર સહિતના મહાનુભાવોની રહેશે વિશેષ ઉપસ્થિતિમોરબી અપડેટ : રાધે કૃષ્ણ સેવા ધામ મોરબીના સર્વે ભક્તો દ્વારા મોરબીવાસીઓ માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા દર રવિવારે ચાલતા હરિનામ સંકીર્તન, કીર્તન ફેરી, આરતી, શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન તથા મહાપ્રસાદ માટેના કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આગામી તારીખ 4 ઓક્ટોબરથી દર રવિવારે સાંજે 5:00 થી 9:30 કલાક દરમિયાન આ પાવન કાર્યક્રમ મોરબીના સ્ટેશન રોડ પર આવેલા શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મોરબીના તમામ ધર્મપ્રેમી લોકોને પોતાના પરિવાર અને મિત્રો સાથે પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ દિવ્ય કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય માટે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, RSS પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જેન્તીભાઈ ભાડેસિયા, શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજા, રામને ભજીલો હરિહર અન્ન ક્ષેત્રના સેવામૂર્તિ જમનાદાસજી હિરાણી અને મોરબી ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના ઉપપ્રમુખ દિલીપભાઈ મોરી, સેક્રેટરી રાજેન્દ્રભાઈ ભટ્ટ, ખજાનચી યશવંતભાઈ જોશી, મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ દેસાઈ, ચેરમેન ભાવિનભાઈ ઘેલાણી સહિત મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.#Morbi #MorbiNews #RadheKrishnaSevaDham #BhagavadGita #MahaPrasad #JadeshwarMahadevTemple #MorbiUpdates #SundayProgram