DGP કપ એથ્લેટિકસ ટુર્નામેન્ટમાં ક્રિષ્નાબેન ગરૈયાએ 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતી મોરબી પોલીસ અને આહીર સમાજનું ગૌરવ વધાર્યુંમોરબી અપડેટ : મોરબી જિલ્લાના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી ASI ક્રિષ્નાબેન એસ. ગરૈયાએ રમત-ગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી મોરબી પોલીસનું નામ રોશન કર્યું છે.તાજેતરમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે આવેલા સિન્થેટિક ગ્રાઉન્ડ પર આયોજિત 'ડી.જી.પી. કપ એથ્લેટિકસ ટુર્નામેન્ટ - 2026' માં ક્રિષ્નાબેને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ખાખી વર્દીની ફરજ સાથે રમત-ગમતમાં પણ મેડલની હેટ્રિક નોંધાવતા તેઓએ અલગ-અલગ ત્રણ ઈવેન્ટમાં મેડલ જીત્યા છે. જેમાં 200 મીટર દોડમાં સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) અને 100 મીટર દોડમાં રજત પદક (સિલ્વર મેડલ) પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત, બોર્ડર રેન્જની રેલે ટીમમાં 4×100 મીટર દોડમાં પણ રજત પદક (સિલ્વર મેડલ) મેળવીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.સાબરકાંઠા SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે ક્રિષ્નાબેનને આ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સાબરકાંઠા પોલીસ પરિવારે તેમને પ્રોત્સાહન આપી આભાર વ્યક્ત કર્યો હતો. વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવવાની સાથે એથલેટિક્સમાં 1 ગોલ્ડ અને 2 સિલ્વર એમ કુલ ત્રણ મેડલ જીતીને ક્રિષ્નાબેન ગરૈયાએ માત્ર મોરબી પોલીસ વિભાગનું જ નહીં, પરંતુ સમગ્ર આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #WankanerCityPolice #DGPCup #Athletics #GoldMedal #SportsAchievement