લાયન્સનગર પાસે જલારામ એપાર્ટમેન્ટ સામેથી પસાર થતો ઈસમ પ્લાસ્ટિકની થેલીમાં દારૂ લઈને જતો હતો: બી ડિવિઝન પોલીસે રૂ. 6610 નો મુદ્દામાલ જપ્ત કર્યોમોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ પરથી પસાર થતા એક શખ્સને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 59 બોટલો જપ્ત કરી છે. પોલીસે 6610 રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી છે અને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આજે તારીખ 02/10/2026 ની મધ્યરાત્રિના 00:10 વાગ્યાના અરસામાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ વીસીપરા બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન નવલખી રોડ પર લાયન્સનગર નજીક જલારામ એપાર્ટમેન્ટની સામેથી એક ઈસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને રોકીને તેની થેલીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.પોલીસે પંચોની હાજરીમાં થેલીમાંથી વોડકાની 180 ml ની 30 બોટલો, વ્હિસ્કીની 19 બોટલો અને 8 પીએમ સ્પેશિયલ વ્હિસ્કીની 10 બોટલો મળીને કુલ 59 બોટલો કબજે કરી છે. દારૂના આ જથ્થાની કુલ કિંમત 6610 રૂપિયા થાય છે. પોલીસે પાસ પરમીટ વગર દારૂ સાથે મળી આવેલા આરોપી સુનીલ ઘોઘુભાઇ સારલા (ઉ.વ. 37, ધંધો ઇલેક્ટ્રિશિયન, રહે. લાયન્સનગર, જલારામ એપાર્ટમેન્ટની સામે, નવલખી રોડ, મોરબી) ની ધરપકડ કરી છે.#Morbi #MorbiNews #CrimeNews #LiquorRaid #BDivisionPolice #Bootlegger #MorbiUpdates #NavlakhiRoad #GujaratPolice