વાંકાનેર : વાંકાનેર - ચોટીલા નેશનલ હાઈવે પર કેરાળા પાટિયા પાસે આવેલ રાજા પેટ્રોલપંપ પાસે ગઈકાલે સાંજે નેશનલ હાઈવેની ગટરમાં પડી જવાથી અંદાજે 25થી 30 વર્ષના અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.