11 કેવી લાઈનના મેઇન્ટનન્સ અને અંડર ગ્રાઉન્ડ કેબલની કામગીરીને પગલે સવારે 8:30 થી બપોરે 4:30 સુધી પાવર રહેશે બંધમોરબી અપડેટ: મોરબી શહેર પેટા વિભાગ-3 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આવતીકાલે 3 ઓક્ટોબર અને 4 ઓક્ટોબરના રોજ વીજ લાઈનના મેઇન્ટનન્સ અને અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને પગલે 8 કલાક માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.તારીખ 3 ઓક્ટોબર 2026, શનિવારના રોજ 11 કેવી લાઈન મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી સવારે 8:30 થી બપોરે 4:30 વાગ્યા સુધી ચિત્રકૂટ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે. જેમાં સેન્ટ મેરી સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, નવી-જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપરા, મહેન્દ્રપરા, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, નવા ડેલા રોડ, મચ્છી પીઠ રોડ, સુપર ટૉકીઝ, ચિત્રકુટ ટૉકીઝ, રોહીદાસ પરા, ચાર ગોડાઉન તથા તેની આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.આ ઉપરાંત, તારીખ 4 ઓક્ટોબર 2026, રવિવારના રોજ 11 કેવી વીજ લાઈનની અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરવાની હોવાથી સવારે 8:30 થી બપોરે 4:30 વાગ્યા સુધી સીટી અર્બન ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે. જેમાં પટેલ બોર્ડિંગ, દેના બેંક, કલેક્ટર બંગલો અને જજ બંગલા પાસેનો વિસ્તાર, શક્તિ ચોક, પોસ્ટ ઓફિસ, શક્તિ ચોકથી નહેરુ ગેટ વાળો રોડ, શાકમાર્કેટ પાસેનો વિસ્તાર, વાંકાનેર દરવાજા પાસેનો વિસ્તાર, લુહાણા પરા, લખધીરવાસ, સીટી પોલીસ લાઇન, સીટી પોલીસ સ્ટેશન, શિક્ષણ અધિકારીની ઓફિસ, તાલુકા ઓફિસ, ખાટસી વાસ, મણી મંદિર, જેલ રોડ, બુઢા બાવાની શેરી અને નહેરુ ગેટથી ગ્રીન ચોક વચ્ચેના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #PGVCL #PowerOutage #MaintenanceWork