છેલ્લા 26 વર્ષથી અવિરત સેવા: 3 થી 8 ઓક્ટોબર સુધી પદયાત્રીઓ માટે ભોજન, રહેઠાણ અને મેડિકલની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી કરાઈમોરબી અપડેટ : નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન આશાપુરા માતાજીના દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે મોરબીના પીપળીયા ચાર રસ્તાથી માળિયા (મિયાણા) જતા રસ્તા પર સોનગઢ ગામ પાસે એક ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ છેલ્લા 26 વર્ષથી પદયાત્રીઓની અવિરત સેવા કરી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી તારીખ 3-10-2026 થી 8-10-2026 સુધી આ સેવા કેમ્પ રાત-દિવસ સતત કાર્યરત રહેશે. આ સેવા કેમ્પમાં પગપાળા જતા માઇભક્તો માટે નિઃશુલ્ક જમવાનું, ચા-નાસ્તો, નહાવાની સુવિધા, રાત્રિ રોકાણ તેમજ બીમાર કે ઈજાગ્રસ્ત પદયાત્રીઓ માટે મેડિકલ સારવાર સહિતની તમામ સગવડો વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.આ સેવા કેમ્પના સુંદર આયોજન માટે ધીરુભાઈ ચાવડા (SBI મોરબી), કે. સી. જાડેજા (PGVCL), વિશ્વરાજસિંહ જાડેજા (મોન્ટુભાઈ), રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ (જ્યોતિ મંડપ), મહેશભાઈ ભારવાણી (જલારામ ફેમિલી મોલ) તેમજ સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરા બજાર મિત્ર મંડળના ઉત્સાહી યુવાનો ખૂબ જ ઉમંગભેર રાત-દિવસ સેવા આપી રહ્યા છે.આયોજકો દ્વારા આ સેવા કેમ્પનો પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોને બહોળા પ્રમાણમાં લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવી છે. કેમ્પ અંગે વધુ માહિતી કે મદદ માટે હેલ્પલાઇન નંબર 9824217178 અને 9978900050 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiNews #AshapuraMataji #MataNoMadh #SevaCamp #Navratri #Padyatri #Songadh #MorbiUpdates #Maliya