ભોજન, મેડિકલ અને આરામની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ: સોખડા અને કાનપર ગામના સંયુક્ત ઉપક્રમે સતત 19 માં વર્ષે આયોજનમોરબી અપડેટ: માતાના મઢ જઈ રહેલા પદયાત્રીઓની સેવામાં મોરબી જિલ્લામાં ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, ત્યારે મોરબી જિલ્લાના સોખડા ગામના પાટિયા પાસે આજે 1 ઓક્ટોબર 2026 ના રોજથી આશાપુરા માતાજીના પદયાત્રીઓ માટે એક વિશેષ સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. આ કેમ્પનું આયોજન સોખડા અને કાનપર ગામના ગ્રામજનો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજનમાં શુદ્ધ દેશી ઘીના લાડવા, બાજરાના રોટલા, રોટલી, દાળ-ભાત, શાક, ખીચડી, કઢી અને છાશ જેવી સાવ દેશી અને સાત્વિક જમવાની સુંદર સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત પદયાત્રીઓ માટે ગાદલા અને કૂલર તેમજ સ્નાન કરવા અને બેસવા માટે પણ યોગ્ય સુવિધાઓ અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.નોંધનીય છે કે, આ સેવા કેમ્પનું આયોજન છેલ્લા 19 વર્ષથી અવિરતપણે કરવામાં આવી રહ્યું છે. કેમ્પ અંગે વધુ માહિતી માટે દેવાભાઈ આહિર (9870061561), મસાભાઈ (9879950179), સુરેશભાઈ (9924378264) અથવા ગોરધનભાઈ (6351214545) નો સંપર્ક સાધી શકાશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MataNaMadh #Padyatra #SevaCamp #AshapuraMataji #Sokhada