4 થી 7 ઓક્ટોબર સુધી પદયાત્રીઓ માટે 24 કલાક રહેવા, જમવા અને મેડિકલની સુવિધા અપાશે: છેલ્લા 24 વર્ષથી મંડળ દ્વારા અવિરત સેવામોરબી અપડેટ : નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કચ્છમાં માતાના મઢ ખાતે દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે મોરબીના ગ્રીન ચોક સ્થિત આશાપુરા મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી આ સેવા કેમ્પ રાત-દિવસ કાર્યરત રહેશે. મોરબીના ગ્રીન ચોકના આશાપુરા મિત્ર મંડળના સભ્યો દ્વારા ભુજથી 13 કિલોમીટર નજીક દુધઈ રોડ પર કંઢેરાઈના પાટીયા પાસે, પધ્ધર ગામની બાજુમાં આ સેવા કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં પગપાળા જતા માઇભક્તોને 24 કલાક રહેવા, જમવા, ચા-નાસ્તો તેમજ મેડિકલ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. જેમાં 8 વર્ષ વાહન દ્વારા અને 16 વર્ષ કેમ્પના માધ્યમથી પદયાત્રીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે પણ આયોજિત આ સેવા કેમ્પનો પદયાત્રીઓએ બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરાયો છે.આ સેવા કેમ્પ અંગે વધુ માહિતી કે મદદ માટે અશ્વિનભાઈ ઉભડીયા (મો. 9913052330), પ્રફુલભાઈ સોની (મો. 9879271793), મનસુખભાઈ બરાસરા - મનુકાકા (મો. 9879175277), પારસભાઈ પટેલ (મો. 9898152867) અને હિમાંશુભાઈ પારેખ (મો. 8160957930) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiNews #AshapuraMataji #MataNoMadh #SevaCamp #Navratri #Padyatri #MorbiUpdates #Bhuj