4 ઓક્ટોબરના રોજ શનાળા રોડ પર યોજાશે શિબિર: જૂના સાધકોને લાભ લેવા અનુરોધમોરબી અપડેટ: વિપસ્યના આચાર્ય સત્ય નારાયણ ગોયેન્કાજીની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં જૂના વિપસ્યના સાધકો માટે એક મેગા વન ડે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર આગામી તારીખ 04 ઓક્ટોબર 2026, રવિવારના રોજ સવારે 7:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાશે.આ શિબિર શનાળા રોડ પર ઉમિયા સર્કલથી આગળ, સ્કાય મોલની બાજુમાં આવેલા રજકલા એક્સપોર્ટ (હીરાવાળા ગાંધીના કારખાનામાં) આવેલી ડોલ્સ એન્ડ ડ્યુડ્સ સ્કૂલ ખાતે યોજાશે. શિબિર પૂર્ણ થયા બાદ બપોરે 1:00 વાગ્યે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.આ શિબિરનો લાભ લેવા માટે જૂના સાધક મિત્રોને અપીલ કરવામાં આવી છે. શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જેના માટે સાધકોએ 9925726611, 9825643623 અથવા 8264132301 નંબર પર સંપર્ક કરી પોતાનું નામ નોંધાવવાનું રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #Vipassana #Meditation #OneDayShibir #SatyaNarayanGoenka