કાળભૈરવ મંદિર ગ્રુપ અને વિરપરડા મોડપર રાજપૂત સમાજ દ્વારા પદયાત્રીઓ માટે 24 કલાક રહેવા, જમવા અને મેડિકલ સહિતની સુવિધાઓ અપાશેમોરબી અપડેટ : કચ્છ આશાપુરા માતાના મઢે દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ મોરબી નજીક વિરપરડા પાટિયે પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 03/10/2026 ને શનિવારના રોજથી વિરપરડા પાટિયા નજીક આવેલા કાળભૈરવ દાદાના મંદિરે આ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવશે. આ કેમ્પમાં માતાના મઢ જતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે 24 કલાક રહેવા, જમવા, ચા-નાસ્તો, ઠંડા પાણી તેમજ થાક કે બીમારી સમયે તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ સેવા કેમ્પનું આયોજન કાળભૈરવ મંદિર ગ્રુપ અને વિરપરડા મોડપર રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા સર્વે પદયાત્રીઓ અને ભાવિક ભક્તોને માતાજીના દર્શને જતા માર્ગમાં વિરપરડા પાટિયે ઊભા કરાયેલા આ સેવા કેમ્પનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MatanoMadh #AshapuraMata #SevaCamp #PadYatra #Virparda #RajputSamaj