રવાપર રોડ પર વિશ્વકર્મા સોસાયટી ખાતે સાંજે 4 થી 7:30 વાગ્યા સુધી 0 થી 15 વર્ષના બાળકો માટે યોજાશે કેમ્પમોરબી અપડેટ: મોરબીમાં પુષ્ય નક્ષત્રના પવિત્ર દિવસે આગામી 5 ઓક્ટોબર 2026, સોમવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ (રાજકોટ) ના સહયોગથી બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના શાળાના સમયને ધ્યાનમાં રાખીને આ વખતે કેમ્પના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ કેમ્પ રવાપર રોડ પર નીલકંઠ સ્કૂલ સામે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં હનુમાનજી મંદિર ખાતે સાંજે 4:00 થી 7:30 વાગ્યા સુધી યોજાશે. જેમાં 0 થી 15 વર્ષ સુધીના નાના બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ, મોરબીના સભ્યો વિનામૂલ્યે પોતાની સેવાઓ આપશે.અગાઉના કેમ્પોમાં પણ અંદાજિત 150 થી વધુ બાળકોએ આ સેવાનો લાભ લીધો છે. મોરબીની તમામ સોસાયટીના લોકોને પોતાના બાળકોના સારા સ્વાસ્થ્ય માટે આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે મોબાઇલ નંબર 94272 13999 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #MorbiNews #Suvarnaprashan #PushyaNakshatra #ChildrenHealth #FreeCamp