ફાયર શાખા દ્વારા 1 હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ અપાઈ: 1 ફાયર અને 1 રેસ્ક્યુ કોલ એટેન્ડ કરાયોમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા (ફાયર વિભાગ) દ્વારા તા. 23/09/2026 થી 29/09/2026 ના સમયગાળા દરમિયાન ફાયર સેફ્ટી અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા મોરબીની 1 હોસ્પિટલમાં 45 જેટલા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી.વધુમાં, પ્રિવેન્શનના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન અપૂરતી ફાયર સેફ્ટી વ્યવસ્થા ધરાવતી બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવી હતી અને સુરક્ષાને લગતા જરૂરી સૂચનો તથા ગાઈડલાઈન પૂરી પાડવામાં આવી હતી.ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ ટ્રેનિંગ અને પ્રિવેન્શન કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના લોકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવાનો અને ફાયરના સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો છે. જેથી કોઈપણ ઇમરજન્સી વખતે લોકો તાત્કાલિક અગ્નિશમન શાખાનો સંપર્ક કરી શકે અને કોઈ મોટી હોનારત નિવારી જાનમાલનું નુકસાન અટકાવી શકાય. આ 7 દિવસના સમયગાળા દરમિયાન મોરબી ફાયર વિભાગ દ્વારા 1 ફાયર કોલ અને 1 રેસ્ક્યુ કોલનો બનાવ પણ એટેન્ડ કરી જરૂરી કામગીરી કરવામાં આવી હતી.મોરબી અગ્નિશમન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ પ્રકારની દુર્ઘટના કે આગના સમયે લોકો તાત્કાલિક મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર (02822) 230050 તેમજ 101 અને 112 પર સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiNews #FireSafety #MorbiFireDepartment #MorbiMunicipalCorporation #FireTraining #MorbiUpdates