બાળકોને ફળ-સુખડીનું વિતરણ, કિશોરીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈમોરબી અપડેટ: ચકમપર ગામે આવેલી આંગણવાડી 1 અને 2 કેન્દ્ર ખાતે તાજેતરમાં 'આંગણ મિલન સેવા' અંતર્ગત સન્માન અને માતૃ સંવાદ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને તેઓને ફળ તેમજ સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓ દ્વારા વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે બાળ વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આંગણવાડી વર્કર, તેડાગર અને આશા વર્કર બહેનોને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ચકમપર ગામના સરપંચ રવિભાઈ કાલરીયા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારધી તથા અન્ય સ્થાનિક જનપ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આંગણવાડી સાથે જોડાયેલા બાળકો, માતાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.#MorbiUpdate #MorbiNews #Chakampar #Anganwadi #AnganMilanSeva #MorbiDistrict #WomenEmpowerment #AshaWorker #GujaratNews