મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં 2 ટીમો દ્વારા 30 દુકાનોમાં ચેકિંગ: રૂ.78,200નો દંડ ફટકારાયોમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાની ટીમ સક્રિય બની છે અને શહેરમાં ફરીથી પ્લાસ્ટિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં 2 દિવસ પહેલા પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધર્યા બાદ, હવે સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની 2 ટીમ દ્વારા 30 જેટલી જુદી-જુદી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ભવાની સેલ્સ, બહુચર સેલ્સ અને સુપર હાઉસ સહિતની દુકાનોમાંથી કુલ 400 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ દુકાનદારોને કુલ રૂ.78,200નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે અત્યારે મહાનગરપાલિકા કમર કસી રહી છે. જોકે, લોકો પણ ઈચ્છી રહ્યા છે કે પાલિકાની આ સક્રિયતા અને ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહે.#Morbi #MorbiUpdate #MorbiNews #PlasticBan #CleanMorbi #MorbiMunicipalCorporation