જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીની કડક સૂચના બાદ કાર્યવાહી: દસ્તાવેજી પુરાવા રજૂ કરવા 7 દિવસનો સમય અપાયોમોરબી અપડેટ : જિલ્લાના આમરણ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં ખડકાયેલા બિનઅધિકૃત દબાણો સામે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો બાદ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાને પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમરણ ગ્રામ પંચાયતને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના પરિણામે આખરે ગ્રામ પંચાયત દ્વારા 159 જેટલા દબાણકર્તા આસામીઓને નોટિસ ફટકારવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલી નોટિસમાં જણાવ્યા મુજબ, દુકાનોની બહાર ઓટલા, પતરા, છાપરા કે કેબિનો મૂકીને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો થયાનું જાહેર થયું છે. આથી, નોટિસ મેળવનાર આસામીઓને ઉપરોક્ત જગ્યા તેઓની માલિકીની છે તેવા દસ્તાવેજી પુરાવા પોતાના બચાવમાં 7 દિવસની અંદર રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. હાલમાં આપવામાં આવેલી નોટિસની મુદત પૂર્ણ થતાં તંત્ર દ્વારા આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારમાં ટ્રાફિક અને દબાણના આ જટિલ પ્રશ્ને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાકીદે નિરાકરણ લાવે તેવું સ્થાનિક જનતા ઈચ્છી રહી છે.#Morbi #Amran #GramPanchayat #EncroachmentDrive #NoticeIssued #MorbiUpdate #MorbiNews #GujaratNews