ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી ખેડૂતોના હિતમાં જીરું અને ઘઉંના વાવેતર માટે પાણી આપવા રજૂઆત કરીમોરબી અપડેટ : મોરબી જિલ્લાના મચ્છુ-2 ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી મળી રહે તે માટે 66 ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને પગલે ધારાસભ્ય દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર, આ વર્ષે છેલ્લે વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂતોના પાક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેથી તેમની આવકમાં ઘટાડો થાય તેમ છે. બીજી તરફ, સારા વરસાદના પગલે મચ્છુ ડેમ આ વર્ષે 2 વખત ઓવરફ્લો થયો છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય તેટલો પૂરતો પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. આ તમામ પરિસ્થિતિ અને ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખીને, મચ્છુ-2 કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પાકમાં ખાસ કરીને જીરું અને ઘઉંના વાવેતર માટે સિંચાઈનું પાણી પૂરું પાડવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સિંચાઈ વિભાગ સમક્ષ માંગણી અને ખાસ ભલામણ કરી છે.#MorbiUpdate #Morbi #Tankara #Paddhari #Macchu2Dam #Farmers #Agriculture #WinterCrop #Irrigation #DurlabhjibhaiDethariya