01 ઓક્ટોબરના રોજ બેઠો પુલ, મચ્છુ નદી ખાતે મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં 'એક દિવસ, એક સાથે અને એક કલાક' કાર્યક્રમ યોજાશેમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા તથા સ્વચ્છ અને સ્વસ્થ મોરબીના નિર્માણના સંકલ્પ સાથે 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાન અંતર્ગત 'એક દિવસ, એક સાથે, એક કલાક' સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ આવતીકાલ તારીખ 01/10/2026 ના રોજ સવારે 8:30 કલાકે બેઠો પુલ, મચ્છુ નદી, મોરબી ખાતે યોજવામાં આવશે. આ સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યમંત્રી (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે 10-રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, 1-કચ્છ-ભુજના સાંસદ વિનોદભાઈ ચાવડા, વાંકાનેરના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, અને 66-ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા અને ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી દ્વારા મોરબીના નાગરિકોને આ કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિ તથા સક્રિય સહભાગિતા થકી સ્વચ્છતા પ્રત્યેનો સંદેશ સમગ્ર શહેર સુધી પહોંચાડવામાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. #Morbi #MorbiUpdate #SwachhataHiSeva2026 #CleanMorbi #MorbiMunicipalCorporation #SwachhBharat #MachchhuRiver #SwachhataShramdan