આસ્થા, ભક્તિ અને વિકાસના સમન્વય સાથે સેવા કેમ્પનું 25માં વર્ષમાં પદાર્પણ: 27 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી પદયાત્રીઓ માટે ભોજન, આરામ અને મેડિકલ સહિતની વ્યવસ્થામોરબી અપડેટ : નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન આશાપુરા માતાજીના દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે મોરબી-માળિયા હાઇવે પર આવેલા રવાપર (નદી) ગામ દ્વારા એક ભવ્ય 'માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે.રવાપર (નદી) ગામનો આ સેવા કેમ્પ આ વર્ષે સેવા, સમર્પણ અને સદભાવનાના 25માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. 'આસ્થા, ભક્તિ અને વિકાસ' ના ધ્યેય સાથે કાર્યરત આ કેમ્પ આગામી તારીખ 27/09/2026 થી 08/10/2026 સુધી પદયાત્રીઓની સેવામાં સતત ચાલુ રહેશે.પગપાળા જતા માઇભક્તોને માર્ગમાં કોઈ તકલીફ ન પડે તે માટે આ કેમ્પમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રીઓ માટે અહીં ચા, પાણી, નાસ્તો અને બે સમયના ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત થાક ખાવા માટે રહેવાની (આરામની) સગવડ તેમજ જરૂરિયાતમંદ પદયાત્રીઓ માટે મેડિકલ સારવારની પણ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.માતાના મઢે જતા તમામ ભાવિક ભક્તોને મોરબી-માળિયા હાઇવે પર રવાપર (નદી) ગામે યોજાનારા આ સેવા કેમ્પનો અચૂક લાભ લેવા માટે આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ અંગે વધુ માહિતી કે મદદ માટે મોબાઈલ નંબર 9909173973 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiNews #AshapuraMataji #MataNoMadh #SevaCamp #Navratri #Padyatri #RavaparNadi #MorbiUpdates #MorbiMaliyaHighway