અત્યાર સુધીના 59 કેમ્પમાં કુલ 16,419 લોકોએ લીધો લાભ: 7,513 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા મોરબી અપડેટ : ગુજરાતની જાણીતી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજવામાં આવે છે. જે અંતર્ગત તારીખ 04-10-2026 અને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન હીતેશભાઈ પ્રભુદાસભાઈ કાથરાણી પરિવારના સહયોગથી આ કેમ્પ યોજાશે.આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ આવવા-જવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા અને ટીપાં વગેરે સુવિધાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે ગત 59 માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ 16,419 લોકોએ લાભ લીધો હતો તેમજ 7,513 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.દર મહિનાની 4 તારીખે નિયમિત યોજાતા આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (9825082468), હરીશભાઈ રાજા (9879218415), નિર્મિતભાઈ કક્કડ (9998880588) અને અનિલભાઈ સોમૈયા (8511060066) પર સંપર્ક કરવા જલારામ સેવા મંડળ-મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #JalaramDham #EyeCamp #NetramaniCamp #FreeEyeCheckup #MorbiNews #GujaratNews