અમરનગર પાસેના કારખાનામાં સુપરવાઈઝર તરીકે કામ કરતા દિપકભાઈ મકવાણા ગત 22 જૂનથી લાપતામોરબી અપડેટ : મોરબીના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના યુવાન દિપકભાઈ રવજીભાઈ મકવાણા (ઉંમર 28) ગત તારીખ 22/06/2025 ના રોજથી ગુમ થયેલ છે. આ અંગે પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે.ગુમ થયેલ દિપકભાઈ અમરનગર ગામ પાસે આવેલ કોત્રી કારખાનામાં સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા. ગત તારીખ 22/09/2026 ના રોજ સવારે 09:00 વાગ્યાના અરસામાં તેઓ કારખાને જવાનું કહીને ઘરથી નીકળ્યા બાદ પરત આવ્યા ન હતા. તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી અને સગા-સંબંધીઓમાં તેમજ અન્ય જગ્યાએ ભારે શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતા આખરે પોલીસ મથકે ફરજ બજાવી જાણ કરવામાં આવી છે.જો આ યુવાન અંગે કોઈપણ વ્યક્તિને કોઈ જાણકારી મળે, તો મોબાઈલ નંબર 9664802732 પર ત્વરિત સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.સંપર્ક નંબર: #Morbi #MorbiNews #MissingPerson #MorbiUpdate #Makansar #GujaratPolice #MorbiPolice