11 KV માણાબા ફીડરના પોલ પરથી 1560 મીટર વાયર કાપીને તસ્કરો ઉઠાવી ગયા : નાયબ ઇજનેરે પોલીસ ફરિયાદ નોંધાવીમોરબી અપડેટ : માળિયા (મીંયાણા) તાલુકાના સુલતાનપુર ગામથી ચીખલી ગામ જતા રસ્તે માઈનોર કેનાલ બાજુમાં આવેલી PGVCL ની ચાલુ વીજ લાઈનમાંથી અજાણ્યા શખ્સો 1560 મીટર જેટલો વીજ તાર કાપીને ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. આ ચોરાયેલા વાયરની કિંમત 47007 રૂપિયા જેટલી થવા પામે છે.પ્રાપ્ત વિગતો અનુસાર, લુટાવદર ગામના રહેવાસી અને પીપળીયા સબ ડિવિઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ રમેશભાઈ વિજયકરે માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, ગત તારીખ 26/09/2026 ના રોજ બપોરના 2:45 થી રાત્રીના 9:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સુલતાનપુર ગામથી ચીખલી ગામ જતા રસ્તે 200 મીટર પહેલા પી.જી.વી.સી.એલ. ની 11 KV માણાબા એજી વીજ ફીડરના પોલ નંબર 832 થી 848 સુધીમાં લગાવવામાં આવેલ એલ્યુમિનિયમનો 34 એમ.એમ. સ્ક્વેર વાયર ચોરાયો હતો.અજાણ્યા શખ્સો કુલ 13 ગાળાનો આશરે 1560 મીટર જેટલો વાયર કાપી ગયા હતા. વીજ લાઈનમાં ફોલ્ટ થતા તપાસ કરવા ગયેલા સ્ટાફને વાયર ચોરાયો હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે નાયબ ઈજનેર હાર્દિકભાઈ વિજયકરે 47007 રૂપિયાના મુદામાલની ચોરી અંગે માળિયા (મીં) પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વાસુદેવકુમાર નારાયણભાઈ સોનાગ્રા ચલાવી રહ્યા છે.વાયર ચોર ગેંગ સક્રિય : બગસરામાં પણ પવનચક્કીનો વાયર ચોરાયો માળીયા (મી.) તાલુકામાં જાણે વાયર ચોર ગેંગ સક્રિય થઈ હોય તેમ બગસરા ગામની સીમમાં પણ ગત તા. 24ના રોજ રાત્રીના સમયે એક ખાનગી કંપનીની પવનચક્કીનું મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તસ્કરોએ 78000 રૂપિયાની કિંમતના 260 મીટર જેટલા ઇલેક્ટ્રિક કોપર કેબલ વાયરની ચોરી કરી હતી. પવનચક્કી અચાનક બંધ પડી જતા આ સમગ્ર ચોરીનો ભેદ ખુલ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા ગઈકાલે જ પોલીસે ગુનો નોંધ્યો હતો. #Morbi #MorbiUpdate #Maliya #CrimeNews #PGVCL #WireTheft #GujaratNews #MorbiPolice