રવાપર ચોકડીથી બોરીયા પાટી સુધી છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ, મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને રજૂઆતમોરબી અપડેટ: મોરબીથી લીલાપર જતી કેનાલ ઉપર રવાપર ચોકડીથી બોરીયા પાટી સુધીના માર્ગ પર સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે જાગૃત નાગરિક ચમનલાલ મગનલાલ બાપોદરીયા દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નર અને મેયરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, અગાઉ મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ બાદ તંત્ર દ્વારા માત્ર અડધી જ લાઈટો ચાલુ કરવામાં આવી છે. જ્યારે બાકીની અડધી લાઈટો (રવાપર ચોકડીથી એસ.પી. રોડ સુધીની) હજુ પણ છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં છે.વધુમાં જણાવાયું છે કે, આ વિસ્તારમાં અમુક થાંભલા નવા નાખવા પડે તેમ છે, તેમજ કેટલીક જગ્યાએ નવી લાઈટો પણ નાખવી પડે તેવી પરિસ્થિતિ છે. હાલમાં નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે રસ્તાઓ પર અંધારપટના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. આથી લોકહિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે આ તમામ સ્ટ્રીટ લાઈટો સત્વરે રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #StreetLightIssue #MorbiMahanagarpalika #PublicProblem #Navratri #Diwali