શનાળા રોડ સ્થિત સિદ્ધિવિનાયક વાડી ખાતે કાર્યક્રમ યોજાશે: કેજી થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું થશે સન્માનમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન અને વોર્ડ નંબર 6 ના યુવા કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા વોર્ડ નંબર 6 ના કેજી તથા ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 'સરસ્વતી સન્માન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું છે.આ સન્માન સમારોહ તારીખ 04-10-2026 ને રવિવારના રોજ સાંજે 4:00 કલાકે શનાળા મેઈન રોડ પર આવેલ સત્યમ પાન વાળી શેરી સ્થિત સિદ્ધિવિનાયક વાડી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં કેજીથી લઈને ધોરણ 12 સુધીના મેધાવી અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને તેઓ વધુ પ્રગતિ કરે તે હેતુથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ઉપસ્થિત રહેવા સંલગ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SaraswatiSammaan #KeyurbhaiPandya #Ward6 #Education #GujaratNews