મેન્ટેનન્સ અને નવા કનેક્શનની કામગીરીને કારણે સવારથી સાંજ સુધી જુદા-જુદા વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશેમોરબી અપડેટ: મોરબીમાં નાની વાવડી પેટા વિભાગ અને ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગમાં આવતીકાલ તારીખ 30/09/2026 ને બુધવારના રોજ મેન્ટેનન્સ તથા નવા કનેક્શનની કામગીરી અર્થે વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.નાની વાવડી પેટા વિભાગ:66 KV વાજેપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV નકલંક JGY ફીડર હેઠળ આવતા નાની વાવડી ગામ અને આજુબાજુના સોસાયટી વિસ્તારમાં તેમજ 11 KV અમરાપર JGY ફીડર હેઠળ આવતા અમરાપર, પંચાસર, નાગલપર ગામ, PM આવાસ યોજના અને કામધેનુ પાર્ટી પ્લોટની આસપાસના વિસ્તારોમાં સવારે 9:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી MVCC અને મેન્ટેનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરોમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક વીજજોડાણો પ્રભાવિત થશે.ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ:ઊંચી માંડલ એસ.એસ.માંથી નીકળતા વેલબોન ફીડરમાં નવા કનેક્શનના કામ માટે સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી અને સોભેશ્વર એસ.એસ.માંથી નીકળતા ઓમેન ફીડરમાં બપોરે 3:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી નવા કનેક્શનના કામ અર્થે પાવર સપ્લાય બંધ રહેશે. આ ફીડર હેઠળના તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (HT) વીજજોડાણો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #NaaniVavdi #Ghuntu #MorbiNews #GujaratNews