મોરબી અપડેટ: મોરબી શહેર પેટા - 02 વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 30/09/2026 બુધવારના રોજ અમુક વિસ્તારોમાં મેઇન્ટેનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં ડાઇનેમિક ફીડર સવારે 09:00 થી 05:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળના લક્ષ્મી સોસાયટી, ડાઇનેમિક અબ્રેસીવ, શ્યામ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, અંબિકા એન્જી, હોમ ડેકોર, મારુતિ એન્ટરપ્રાઇઝ, આનંદ કેમિકલ, પૂજા કેમિકલ, શુભ ગ્લાસ, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.