પોલીસે રૂ. 14,200ની રોકડ ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરીમોરબી અપડેટ : હળવદ તાલુકાના કોયબા ગામે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસની આ આકસ્મિક રેડ દરમિયાન જુગારીઓ પાસેથી કુલ રૂપિયા 14,200ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હળવદ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કોયબા ગામે આ રેઇડ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે જગદીશભાઇ મુગટલાલ રાવલ (રહે. કોયબા), વિજયસિંહ કરણસિંહ ઝાલા (રહે. કોયબા), દયારામભાઇ ભીખાભાઇ પરમાર (રહે. ગૌરી દરવાજા, હળવદ), વનરાજભાઇ ભરતભાઇ ચાવડા (રહે. કોયબા) અને સુર્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા (રહે. કોયબા) નામના પાંચ શખ્સોને રોકડા રૂપિયા 14,200 સાથે પકડી પાડ્યા હતા. આ તમામ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.