પોલીસને શંકાસ્પદ શખ્સની જાણ કરવા છતાં કાર્યવાહી ન થતા નારાજગી મોરબી અપડેટ : વાંકાનેર શહેરના થાન રોડ પર આવેલા એક માટલાના કારખાનામાં ગત 22/09/2026 ના રોજ ચોરીની ઘટના સામે આવી છે. આ બનાવમાં અજાણ્યા શખ્સો ઇલેક્ટ્રિક મોટરો ચોરી ગયા હોવાની જાણ પોલીસને કરવામાં આવી છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા નાના વેપારીમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, થાન રોડ પર માટલાનું કારખાનું ધરાવતા રસીકભાઈ મોહનભાઈ વાનેસિયાના કારખાનામાં ચોરીનો બનાવ બન્યો હતો. તેમના કારખાનામાંથી ઇલેક્ટ્રિક મોટરોની ચોરી થતાં તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. રસીકભાઈએ શંકાસ્પદ ઈસમો અંગે પોલીસને માહિતી પણ આપી હતી. પરંતુ આટલી વિગતો આપવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. નાના વેપારીઓ પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓ અને સ્પર્ધાનો સામનો કરતા હોય છે, ત્યારે આવી ચોરીની ઘટનાઓ તેમને વધુ નુકસાન પહોંચાડે છે. ભોગ બનનાર વેપારી રસીકભાઈએ માંગ કરી છે કે પોલીસ આ મામલાને ગંભીરતાથી લે અને તાત્કાલિક ધોરણે તપાસ કરી આરોપીઓને પકડી પાડે જેથી નાના વેપારીઓને યોગ્ય ન્યાય અને રક્ષણ મળી શકે.#MorbiUpdate #Vankaner #Theft #GujaratPolice #CrimeNews #VankanerNews #ThanRoad #LocalBusiness