તા.3 થી 6 ઓક્ટોબર એમ 4 દિવસ સુધી 24 કલાક ધમધમતા કેમ્પમાં ભોજન, મેડિકલ અને આરામ સહિતની તમામ સુવિધાઓ અપાશેમોરબી અપડેટ: નવરાત્રિ મહોત્સવ દરમિયાન કચ્છ સ્થિત આશાપુરા માતાના મઢે દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે મોરબીના રવાપર રોડ પર આવેલ શિવસેવક ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરજબારી પુલ પાસે એક વિશાળ અને તમામ સુવિધાઓથી સજ્જ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તારીખ 3/10/2026 થી 6/10/2026 એમ કુલ 4 દિવસ સુધી પદયાત્રીઓ માટે ખુલ્લો રહેશે.વર્ષ 2012 થી અવિરતપણે સેવા પ્રદાન કરતા શિવસેવક ગ્રુપના આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વડીલો ખડેપગે સેવા આપશે. સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી કેમ્પના સ્થળે સામાજિક સંદેશા આપતા વિવિધ બેનરો પણ લગાવવામાં આવશે. આ ઉપરાંત પદયાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને સમગ્ર કેમ્પમાં સિક્યુરિટીના હેતુથી CCTV કેમેરા પણ ગોઠવવામાં આવશે.આ સેવા કેમ્પ 24 કલાક કાર્યરત રહેશે જેમાં પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, લીંબુ શરબત તથા બપોરે અને રાત્રે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ અંદાજે 1500 જેટલા લોકો આ પ્રસાદનો લાભ લેશે. યાત્રાળુઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ડૉક્ટરોની વિશેષ ટીમ સાથે મેડિકલ સુવિધા અને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે. પદયાત્રીઓને આરામ મળે તે માટે કૂલરની વ્યવસ્થા તેમજ મોબાઈલ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MataNoMadh #PadYatra #Navratri2026 #ShivsevakGroup #SurajbariBridge #SocialService #MorbiNews