વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામ નજીક હાઇવે પર પાંચ દિવસ પૂર્વે સ્કૂલેથી છૂટી રસ્તો ઓળંગી રહેલી બાળકીને સુપર કેરી વાહનના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સુપર કેરી વાહન ચાલક વિરુદ્ધ બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકાથી પ્રતાપગઢ ગામ જવાના રસ્તે ઝૂંપડામાં રહેતા ફરિયાદી સવજીભાઈ નારૂભાઈ ઝખાણીયા ઉ.34એ જીજે - 36 - એક્સ - 1957 નંબરના સુપરકેરી વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.23ના રોજ સાંજના સમયે તેમની પુત્રી સંજના સ્કૂલેથી પરત આવી રસ્તો ઓળંગી રહી હતી ત્યારે સુપર કેરી વાહનના ચાલક આરોપી જયંતીભાઈ ઉર્ફે કિરીટભાઈ ગોવિંદભાઇ ચાવડા રહે.જૂની કલાવડી વાળાએ હડફેટે લઇ શરીરે ઇજાઓ પહોંચાડી હતી.અકસ્માતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.