ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆતમોરબી અપડેટ : મોરબી તાલુકાના 14 ગામોના ખેડૂતો દ્વારા આગામી રવી પાકના વાવેતર માટે મચ્છુ-2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવાની માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે.બગથળા ગ્રામ પંચાયતના સરપંચ રેખાબેન હરેશભાઈ મેરજા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબીનો મચ્છુ-2 ડેમ પાણીથી સંપૂર્ણ ભરેલો છે. મચ્છુ-2 ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોમાં રવી પાકના વાવેતર માટે તારીખ 25/10/2026 ના રોજ સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત બીલીયા, નારણકા, ખાખરાળા (સરપંચ નાગદાનભાઈ જીવાભાઈ સવસેટા), ગોરખીજડીયા (સરપંચ ગૌતમભાઈ ભોરણીયા), માનસર, અને બરવાળા ગ્રામ પંચાયતો દ્વારા પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ તમામ પંચાયતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી તાલુકાના 14 ગામો મચ્છુ-2 સિંચાઈ યોજનાના પાણીનો ઉપયોગ કરે છે. હાલમાં રવી પાકનું વાવેતર કરવાનું હોય, પિયત માટે મચ્છુ-2 ડેમમાંથી તારીખ 27/10/2026 સુધીમાં પાણી છોડવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.આ મુદ્દે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય સતિષકુમાર ભાણજીભાઈ મેરજા (બગથળા-2) દ્વારા પણ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખીને 14 ગામોના ખેડૂતો માટે તારીખ 27/10/2026 સુધીમાં સિંચાઈનું પાણી છોડવા રજૂઆત કરાઈ છે. અન્ય એક સ્થાનિક પ્રશ્ન અંગે ખેવાળીયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય સતિષભાઈ મેરજાને પત્ર લખીને ગામમાં પેપર મિલના ગંદા પાણીના નિકાલની ચેનલ સાફ કરવા માટે અંદાજિત રકમ 500000 ફાળવવા માંગ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #Machhu2Dam #FarmersIssue #IrrigationWater #RabiCrop #MorbiGramPanchayat #Agriculture