મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શ્રધ્ધાપાર્કમાં રહેતા વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમાર ઉ.25 નામના યુવકને છેલ્લા છએક માસથી માનસિક બીમારી હોવાથી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવા છતાં સારું ન થતા ગત તા.26ના રોજ રાત્રીના સમયે વિષ્ણુભાઈને મનોમન લાગી આવતા માનસિક બીમારીથી કંટાળી રાત્રીના સમયે પોતાના ઘેર રૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.