સમસ્યાથી કંટાળેલા વેપારીઓએ મંત્રીને રજૂઆત કરી: મંત્રીએ અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપીમોરબી અપડેટ : મોરબીના પરા બજાર વિસ્તારમાં ખાડા પડી ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા ત્યાં વેટ મિક્સ નાખવામાં આવ્યું હતું. વેટ મિક્સ નાખ્યા બાદ અત્યારે તેમાંથી ધૂળ અને કાંકરા ઉડી રહ્યા છે. આ કાંકરા વાહનના ટાયરમાં ફસાઈને ઉડીને ગોળી માફક આસપાસની દુકાનોના કાચ સાથે ભટકાઈ રહ્યા છે. જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યાથી પરેશાન વેપારીઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મંત્રી કાંતિલાલ અમૃતિયા હાજર હતા. વેપારીઓએ મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી કે આ બાબતે મહાનગરપાલિકામાં કોઈ સાંભળતું નથી.વેપારીઓની સમસ્યા સાંભળીને મંત્રીએ તાત્કાલિક ધોરણે અધિકારીઓને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જણાવ્યું હતું. તેમજ મંત્રીએ વેપારીઓને ખાતરી આપી હતી કે તેમની આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #ParaBazar #Mahanagarpalika