કર્મચારીઓની માંગણીઓ પર હાઈ લેવલ કમિટી બનાવવાનો નિર્ણય : મોડી રાત્રે હડતાળ મુલતવી રાખવાનો લેવાયો નિર્ણયમોરબી અપડેટ : બેંક કર્મચારીઓ દ્વારા 5 દિવસ કામકાજની માંગણીને લઈને જાહેર કરવામાં આવેલી 3 દિવસની હડતાળ મોડી રાત્રે રદ કરવામાં આવી છે. મેનેજમેન્ટ અને કર્મચારી સંગઠનો વચ્ચે થયેલી લાંબી મંત્રણા બાદ દેશવ્યાપી હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે આજથી તમામ બેંકો રાબેતા મુજબ ખુલશે અને કામકાજ કરશે, જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. રજાઓની માંગ અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા પર સહમતિ સધાઈ છે. આ સમજૂતીથી લાખો ગ્રાહકોના નાણાકીય વ્યવહારો અટકતા બચી ગયા છે અને લોકોને મોટી રાહત મળી છે.બેંક યુનિયનો લાંબા સમયથી 5-day working એટલે કે સોમવારથી શુક્રવાર સુધી બેંક ખોલવાની અને શનિવાર-રવિવાર રજા આપવાની માંગ કરી રહ્યા હતા. આ સિવાય PLI સ્કીમ અને કેટલાક અન્ય બાકી મુદ્દાઓ પર પણ વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતે ઈન્ડિયન બેંક એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે 27 સપ્ટેમ્બરની રાત્રે 9:30 વાગ્યે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, 5 દિવસ વર્કિંગ માટે હાઈ-લેવલ કમિટી તરત જ બનાવવામાં આવશે, જે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને ઉકેલ શોધશે. જો હડતાળ પડી હોત, તો 28, 29 અને 30 સપ્ટેમ્બરે રોકડ જમા-ઉપાડ, ચેક સંબંધિત કામ અને અન્ય બ્રાન્ચ સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા હતી. દેશની 7 મોટી બેંક યુનિયનોના લગભગ 90% થી વધુ કર્મચારીઓ આ હડતાળમાં જોડાવાના હતા.PLI સ્કીમને લઈને પણ સરકાર અને યુનિયનો વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. સરકારે સ્કેલ-4 અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે બોનસનો નવો નિયમ લાગુ કર્યો છે, જેમાં સારું કામ કરનાર અધિકારીઓને 365 દિવસના બેઝિક પગાર જેટલું ઈન્સેન્ટિવ મળી શકે છે, જેનો યુનિયનો વિરોધ કરી રહ્યા હતા. રવિવારની મોડી રાતની સમજૂતી મુજબ, Scale IV અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે PLI સ્કીમમાં ફેરફાર અંગે IBA અને યુનિયનો વચ્ચે વાતચીત થશે અને IBA સરકાર સમક્ષ યુનિયનોના વાંધાઓને દૂર કરવા સુધારાનો પ્રસ્તાવ મુકશે. 5 દિવસ વર્કિંગ મુદ્દે હજુ શનિવારોની રજા લાગુ કરવાનો અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ કમિટી બનાવીને ઉકેલ લાવવા સહમતિ બની છે. આ ઉપરાંત 8 માર્ચ 2024 ની બેઠકની મિનિટ્સમાં નોંધાયેલા બાકીના મુદ્દાઓ પર પણ બંને પક્ષો ઝડપી ઉકેલ માટે વાતચીત કરશે.#BankStrike #BankStrikeCalledOff #BankEmployees #IBA #UFBU #SandeshNews #GujaratNews