મોરબી અપડેટ: પીજીવીસીએલ મોરબી શહેર-3 પેટા વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, આગામી તારીખ 30.09.2026 ને બુધવારના રોજ 11 કેવી લાતી પ્લોટ ફીડરમાં નવા લાઈનકામની કામગીરી તેમજ ફીડરના સમારકામ માટે વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ જરૂરી મેન્ટેનન્સ અને લાઈનકામની કામગીરીને પગલે તારીખ 30.09.2026 ના રોજ સવારે 08:00 વાગ્યાથી બપોરના 04:00 વાગ્યા સુધી આ ફીડર હેઠળ આવતા વિવિધ રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં પાવર કટ રહેશે.વીજકાપથી પ્રભાવિત થનાર વિસ્તારો:હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર અને અયોધ્યા પુરી મેઈન રોડ.નાયબ ઈજનેર, મોરબી શહેર-3 પેટા-વિભાગ દ્વારા સંબંધિત વિસ્તારના તમામ ગ્રાહકોને અગાઉથી આ અંગેની નોંધ લેવા અને જરૂરી સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થયા બાદ સમય મુજબ વીજ પુરવઠો રાબેતા મુજબ કાર્યરત કરી દેવામાં આવશે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #MorbiNews #LatiPlot #MorbiCity #GujaratNews