સેવા કેમ્પ 32માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે: પદયાત્રીઓ માટે નાહવા, જમવા, આરામ અને મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધમોરબી અપડેટ : કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન આશાપુરા માતાજીના દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે મોરબીમાં વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી બાયપાસ પર પંચાસર ચોકડી નજીક, ભગવતી હોલની બાજુમાં 'નિતી વિજય સેવા કેમ્પ' દ્વારા આયોજિત આ સેવા કેમ્પ પદયાત્રીઓની સેવામાં કાર્યરત રહેશે.અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આ વર્ષે આ સેવા કેમ્પ પોતાના 32માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. આ કેમ્પ આગામી તારીખ 29/09/2026 થી પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવશે. પગપાળા જતા માઇભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ કેમ્પમાં નાહવા, જમવા, આરામ કરવા તેમજ મેડિકલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ સેવા કેમ્પ અંગે વધુ માહિતી કે સંપર્ક માટે આયોજકો પ્રવિણભાઈ બાબુભાઈ પઢારીયા (મો. 9978293231), વસંતભાઈ પ્રવિણભાઈ પઢારીયા (મો. 9879014631) અને સંજયભાઈ પ્રવિણભાઈ પઢારીયા (મો. 9033598000) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiNews #AshapuraMataji #MataNoMadh #SevaCamp #Navratri #Padyatri #MorbiBypass #PanchasarChokdi #MorbiUpdates