બપોર બાદ છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા: હવામાન નિષ્ણાત રમેશ બસિયાની આગાહીટંકારા (મોરબી અપડેટ): સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં આગામી 4 ઓક્ટોબર સુધી ભારે કે ધોધમાર વરસાદ પડવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશ પર બનેલી લો-પ્રેશર સિસ્ટમ ક્રમશઃ નબળી પડી રહી છે. જેની ગુજરાત પર કોઈ સીધી અસર થવાની શક્યતા નથી. પરિણામે રાજ્યભરમાં ચોમાસુ પવન મંદ પડતાં નોંધપાત્ર વરસાદની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.બપોર પછી લોકલ ક્લાઉડથી ગાજવીજ સાથે હળવા ઝાપટાંની સંભાવનાહવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)ના જણાવ્યા અનુસાર વાતાવરણમાં સર્જાતી અસ્થિરતા અને ભાદરવાના આકરા તડકાને પગલે બપોર પછી લોકલ ક્લાઉડ બની શકે છે. જેને કારણે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાં કે સામાન્ય વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અનેલ રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં આવી શક્યતા વધુ રહેશે. જ્યારે બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદની શક્યતા નહિવત છે.પવનની ગતિ ઘટશે, તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચવાની વકીલ આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો થશે અને મુખ્યત્વે પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 33 થી 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. પવન ધીમો પડવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેવાથી ઉકળાટ અને બફારામાં ભારે વધારો થશે, જેથી લોકોને ભાદરવા મહિનાના આકરા તડકા અને ગરમીનો સામનો કરવો પડશે.#MorbiUpdate #WeatherUpdate #GujaratWeather #RainForecast #RameshBasiya #WeatherNews #SaurashtraWeather #MonsoonUpdate