દેશભરમાં 9 કરોડ મતદારોના નામ કમી કરી વોટ ચોરી કરાયાનો આક્ષેપ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા કોંગ્રેસની માંગમોરબી અપડેટ : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના ચૂંટણી પંચમાં થયેલ કથિત અનિયમિતતાઓ, મતદાર યાદીમાં છેડછાડ (વોટ ચોરી) અને સંસ્થાકીય દુરુપયોગ સામે યોગ્ય તપાસ કરવા અને કાર્યવાહી કરવા બાબતે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા અન્ય કમિશનરોને અંધારામાં રાખીને એકપક્ષીય નિર્ણયો લેવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અવારનવાર વોટ ચોરી અંગે જે વાતો કરતા હતા તે આજે સાચી સાબિત થઈ રહી છે. દેશભરમાં અંદાજિત 9 કરોડથી વધુ મતો કાપી નાખવામાં આવ્યા છે, જે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે મદદરૂપ થવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.આવેદનપત્રમાં મુખ્ય વાંધાઓ ઉઠાવતા જણાવાયું છે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં અન્ય કમિશનરો તેમજ રાજ્ય ચૂંટણી અધિકારીઓને અંધારામાં રાખવામાં આવ્યા છે. મતદાર યાદીમાં અનધિકૃત રીતે નામો ઉમેરવા અને સાચા મતદારોના નામો કાઢી નાખવાની આશંકા છે. ઉપરાંત દિલ્હી સ્થિત સેન્ટ્રલ આઇટી સિસ્ટમનું અયોગ્ય કેન્દ્રીકરણ કરીને સ્થાનિક અને રાજ્ય સ્તરની સ્વાયત્તતા છીનવી લેવામાં આવી હોવાનો વિરોધ નોંધાવાયો છે.કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ ન્યાયિક તપાસ કરવામાં આવે. આ વાત દેશની સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના હોદ્દા પરથી હટાવવામાં આવે તેવી ઉગ્ર માંગ મોરબી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #MorbiCongress #ElectionCommission #VoterList #Protest #GujaratNews