વાંકાનેર : વાંકાનેર તાલુકાના દેરાળા ગામે પિતાના ઘેર રોકવા આવેલા પરિણીતાને પ્રસુતિ દરમિયાન સિઝેરિયનના કારણે થતા અસહ્ય દુઃખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દેરાળા ગામે માવતર ધરાવતા અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે સાસરું ધરાવતા વર્ષાબેન ભરતભાઇ સાબરીયા ઉ.24 નામના પરિણીતાને પ્રસુતિ દરમિયાન સિઝેરિયન કરવામાં આવ્યું હોય જેનો સતત દુખાવો રહેતો હોવાથી કંટાળી જઈ પોતાના પિતાને ત્યાં રોકવા આવ્યા બાદ પિતાની વાડીએ જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.મૃતક તેમના સાસુ - સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાનું અને સંતાનમાં એક અઢી વર્ષનો દીકરો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.