મંત્રીએ નામ લીધા વગર વિશ્વ ઉમિયા ધામનો વિરોધ કરનારા જેતપરના ખેડૂતો તરફ નિશાન સાધ્યુંhttps://youtube.com/shorts/P9LDzLP54pY?si=NP2wa1kn-B-Ln5W8મોરબી અપડેટ : મોરબીમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી કાંતિલાલ અમૃતિયાએ નામ લીધા વગર ચેલેન્જ ફેંકતા એવું જણાવ્યું કે દીવડા કર્યા તેનો વિરોધ કરવા તમે છેક અમદાવાદ ગયા, મારી ઘરે આવો ને... મંત્રીનું આ નિવેદન આડકતરી રીતે જેતપરના ખેડૂતો જોગ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહાપાલિકા ખાતે આવાસ યોજનાના લાભાર્થીઓને સાંભળવા માટે મંત્રી કાંતિલાલ અમૃતિયાએ એક બેઠક બોલાવી હતી. આ વેળાએ મંત્રીએ એવું કહ્યું કે પ્રધાનમંત્રી માટે દીવડા કરે કે માનતા કરે તો તેમાં વાંધો શુ છે. મેં પણ માનતા લીધી હતી રઝળતાં પશુઓને સાચવવાની. અત્યારે પણ 6 હજારથી વધુ પશુઓને સાચવ્યા છે. દીવડા કર્યા એટલે તમે છેક અમદાવાદ ગયા હતા. મારી ઘરે આવો ને. ઉમા ટાઉનશીપમાં અમે તાળું જ મારતા નથી. ચેલેન્જ છે. મંત્રીએ આ નિવેદન કોઈનું નામ લીધા વગર આપ્યું છે. પણ ઈશારો જેતપરના ખેડૂત તરફ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણકે તાજેતરમાં વડાપ્રધાનના જન્મદિવસે દીવડાનો કાર્યક્રમ યોજવા સામે વિશ્વ ઉમિયા ધામ સામે ખેડુતોએ વિરોધનો સુર ઉઠાવ્યો હતો. ખેડુતોએ અમદાવાદ પહોંચી ઉગ્ર દલીલો પણ કરી હતી. ખેડૂતોનું કહેવું હતું કે આ કોઈ રાજકીય કે ભાજપની સંસ્થા નથી, છતાં તેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.