તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ કલાકારોએ નિયત સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવુંમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના દિશાનિર્દેશ હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 'કલા મહાકુંભ 2026-27' ની તાલુકા તેમજ ઝોન કક્ષાની સ્પર્ધાઓના સ્થળ અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યા છે.જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા ઝોન 1 અને 2 ની સ્પર્ધા 2 ઓક્ટોબરના રોજ શ્રી વાત્સલ્ય વિદ્યાલય ખાતે સવારે 7-30 વાગ્યે, ઝોન 3 તથા મોરબી ગ્રામ્ય તાલુકા કક્ષાની સ્પર્ધા 4 ઓક્ટોબરના રોજ શ્રી સાર્થક વિદ્યાલય ખાતે સવારે 7-30 વાગ્યે યોજાશે. આ ઉપરાંત હળવદ તાલુકા કક્ષાની સ્પર્ધા ૩ ઓક્ટોબરના રોજ બપોરે 2 વાગ્યે શ્રી મહર્ષિ ગુરૂકુળ ખાતે, વાંકાનેર તાલુકા કક્ષાની સ્પર્ધા 10 ઓક્ટોબરના રોજ સવારે 7-30 વાગ્યે શ્રીમતી એલ.કે. સંઘવી હાઈસ્કૂલ ખાતે અને ટંકારા તાલુકા કક્ષાની સ્પર્ધા 11 ઓક્ટોબરના રોજ સવારે 7-30 વાગ્યે વિરપર સ્થિત શ્રી નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે. કલા મહાકુંભમાં નોંધાયેલા તમામ સ્પર્ધકોએ સમયસર નિયત સ્થળે રિપોર્ટિંગ કરવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.