કાજરડાના યુવાનને ખીરાઈના શખ્સે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યા બાદ લોખંડનો પાઇપ ફટકારતા માથામાં ટાંકા આવ્યામાળીયા (મિ.): માળીયા મીંયાણા તાલુકાના કંડલા-મોરબી નેશનલ હાઈવે પર પંચવટી ગામના પાટીયા પાસે આવેલા ભંગારના ડેલે બેસવા બાબતે કાજરડા ગામના યુવાન પર લોખંડના પાઇપથી હુમલો કરી ફ્રેક્ચર કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર યુવાને માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદના નોંધાયેલી વિગત મુજબ, કાજરડા ગામના વતની સમીરભાઈ અબ્બાસભાઈ મોવર (ઉ.વ. 23) ગત 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10 વાગ્યે પોતાના બનેવી અલ્તાફભાઈના ભંગારના ડેલે બેસવા ગયા હતા. ત્યારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ખીરાઈ ગામનો અકબર સુલતાનભાઈ કટીયા ત્યાં આવ્યો હતો અને 'તું અહીં ડેલે કેમ બેસવા આવે છે?' કહીને અપશબ્દો બોલવા લાગ્યો હતો.સમીરે ગાળો બોલવાની ના પાડતા અકબરે એકદમ ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ત્યાં પડેલો લોખંડનો પાઇપ સમીરના જમણા પગે મારતા ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી અને માથાના પાછળના ભાગે પણ પાઇપનો ઘા ઝીંકી દીધો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના પગનું ઓપરેશન કરી માથામાં ટાંકા લેવામાં આવ્યા છે. હાલ માળીયા પોલીસે આરોપી અકબર કટીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #CrimeNews #Assault #MaliyaPolice