'વિકસિત ભારત 2047' વિષય પર યોજાયેલી સ્પર્ધામાં કે. પી. હોથી હાઈસ્કૂલની વિદ્યાર્થિનીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યુંમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકા કક્ષાએ તાજેતરમાં 'વિકસિત ભારત 2047' વિષય અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરવડ ગામની કે. પી. હોથી હાઈસ્કૂલની વિદ્યાર્થિનીએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.વિકસિત ભારત 2047 ની થીમ પર માળિયા તાલુકા કક્ષાએ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કે. પી. હોથી હાઈસ્કૂલ, સરવડ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઈકરા કાસમભાઈ સુમરાએ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઈકરા સુમરાએ પોતાની કળા અને સર્જનાત્મકતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે.તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવીને શાળા તેમજ પોતાના ગામનું ગૌરવ વધારવા બદલ કે. પી. હોથી હાઈસ્કૂલના આચાર્ય તેમજ તમામ શિક્ષકગણ દ્વારા ઈકરા કાસમભાઈ સુમરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.#Maliya #MaliyaUpdate #MorbiNews #MorbiUpdate #ViksitBharat2047 #DrawingCompetition #StudentAchievement #SarvadVillage #EducationNews