સ્વ. હિંમતલાલ કેશવજીભાઈ પંડિતની સ્મૃતિમાં સંસ્કાર બ્લડ બેન્ક ખાતે આયોજિત કેમ્પમાં 50 બોટલ રક્ત એકત્રિતમોરબી અપડેટ : મોરબી કોમનમેન ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે આજે મોરબીમાં એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પ લાયન્સ ક્લબના ચાર્ટર્ડ મેમ્બર અને મોરબીના સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્વ. હિંમતલાલ કેશવજીભાઈ પંડિતની સ્મૃતિમાં યોજવામાં આવ્યો છે.આ કેમ્પ જીઆઈડીસી મેઈન રોડ પર આવેલી સંસ્કાર બ્લડ બેન્ક ખાતે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી યોજવામાં આવ્યો છે. આયોજકો દ્વારા જણાવ્યા અનુસાર, સવારે 8 વાગ્યે શરૂ થયેલા આ કેમ્પમાં અત્યાર સુધીમાં અંદાજિત 50 જેટલી રક્તની બોટલ એકત્રિત થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોમનમેન ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા વર્ષ દરમિયાન આવા અનેક સામાજિક અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ રક્તદાન કેમ્પના આયોજન માટે લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ સચિન કોટેચા, સેક્રેટરી અલ્પેશ પુજારા તેમજ પ્રોજેક્ટ ચેરમેન ડો. રવીન્દ્ર ભટ્ટ અને વિક્રમ દફ્તરી સહિતની ટીમે જહેમત ઉઠાવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonationCamp #LionsClubMorbi #CommonManFoundation #SanskarBloodBank