મોરબી : મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે ગત તા.12 સપ્ટેમ્બરના રોજ પોતાનું બાઈક લઈને જઇ રહેલા દીપકભાઈ નરસીભાઈ મામૈયા ઉ.36 રહે.વાવડી રોડ, કુબેરનગર, ભગવતી પાર્ક વાળાનું બાઈક ક્રાંતિજ્યોત સોસાયટી પાસે સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.