વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ થયેલ MoU પૈકી 82% એકમો ધમધમતા થયા : રૂ.1,369.91 કરોડના 41 એકમોમાં ઉત્પાદન શરૂ, જ્યારે રૂ.1,105.50 કરોડના 9 પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળમોરબી : ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી-2026માં રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના જોરદાર પરિણામ મોરબી જિલ્લામાં જોવા મળ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ દરમિયાન થયેલા મૂડીરોકાણના કરારો એટલે કે, MoU માત્ર કાગળ પર ન રહેતા વાસ્તવિક ધરાતલ પર સાકાર થયા છે. જિલ્લામાં કુલ 50 ઔદ્યોગિક એકમોના રૂ.2,475.41 કરોડના સૂચિત મૂડીરોકાણ પૈકી મોટાભાગના ઉદ્યોગો કાર્યરત થઈ ચૂક્યા છે. જેમાં કુલ 50 પૈકી 41 જેટલા એકમોમાં રૂ.1,369.91 કરોડના રોકાણ સાથે ઉત્પાદન પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે, ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો કુલ એકમોના 82 ટકા જેટલો ઊંચો રેશિયો દર્શાવે છે જે સમગ્ર ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં મોખરાના સ્થાને હોવાનું મનાઈ રહ્યું છે.જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબીના જનરલ મેનેજર એસ.બી.પારેજીયાના જણાવ્યા મુજબ સિરામિક હબ તરીકે વિશ્વભરમાં જાણીતા મોરબી જિલ્લામાં હવે ઉદ્યોગોનું વૈવિધ્યકરણ પણ જોવા મળી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ દરમિયાન પરંપરાગત સિરામિક ઉદ્યોગ ઉપરાંત મેટલ-મિનરલ્સ ઉપરાંત રિન્યુએબલ એનર્જી, સિમેન્ટ, ટેકનિકલ ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, પેકેજિંગ, બેબી ડાયપર અને એગ્રો-પ્રોસેસિંગ જેવા નવા ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકોએ મોટા પાયે રોકાણ કર્યું છે. હાલમાં જિલ્લામાં માત્ર 9 પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે, જેમાં ₹1,105.50 કરોડનું રોકાણ સૂચિત છે. આગામી ટૂંક સમયમાં આ એકમો પણ કાર્યરત થતાં સ્થાનિક સ્તરે હજારો લોકોને નવી રોજગારી પ્રાપ્ત થશે અને મોરબીના અર્થતંત્રને નવું બળ મળશે.જિલ્લામાં ટોચના મોટા રોકાણો કરનાર ઉદ્યોગગૃહ વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ દરમિયાન મોરબી જિલ્લામાં 2000 કરોડથી વધુ રકમના રોકાણ કરાર થયા હતા જેમાં સિમ્પોલો ઇન્ટરનેશનલ પ્રા. લિ. દ્વારા માળીયા મિયાણા તાલુકામાં સિરામિક ટાઇલ્સ ક્ષેત્રે સૌથી વધુ રૂ.700 કરોડનું રોકાણ કરવાના એમઓયુ થયા હતા જે ઉદ્યોગ હાલમાં શરૂ થઇ ચુક્યો છે. એ જ રીતે માળીયા મિયાણા તાલુકામાં 500 કરોડના રોકાણ સાથે વાસુકી સિમેન્ટ પ્રા. લિ. દ્વારા સિમેન્ટ ઉત્પાદન માટે એમઓયુ કરવામાં આવ્યા હતા જેમાં હાલ કંપનીનું કામ જોરશોરથી ચાલુ છે. એ જ રીતે સાસલ એનર્જી પ્રા. લિ. (મોરબી): રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રૂ.400 કરોડનું રોકાણ હાલ અમલીકરણ હેઠળ છે. સેગા ટાઇલ્સ પ્રા. લિ. મોરબી દ્વારા સિરામિક ક્ષેત્રે રૂ.125 કરોડનું રોકાણ કરી ઉત્પાદન શરૂકરાયું છે. ઉપરાંત સાહેબ ફાઇબર પ્રા. લિ. ટંકારા અને બોફો સ્ટોન એલએલપી મોરબી દ્વારા ટેકનિકલ ટેક્સટાઇલ અને સિરામિકમાં ક્ષેત્રે 100-100 કરોડનું રોકાણ કરાયું છે.સિરામિક ઉપરાંત કંઈ નવી ઇન્ડસ્ટ્રીઝ આવી સામાન્ય રીતે મોરબી જિલ્લાનું નામ પડતા જ સીરામીક ઇન્ડસ્ટ્રીઝની છબી નજર સામે આવે છે પરંતુ વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સમાં આ વખતે સીરામીક ઉપરાંત ટેક્સ્ટાઇલ, લેમિનેટ્સ, વુવંન, વેરહાઉસ, એગ્રી પ્રોડક્ટ સહિતના વિવિધ ઉદ્યોગ પણ મેદાને આવ્યા છે જેમાં ટેક્સટાઇલ અને ટેકનિકલ ટેક્સટાઇલમાં સાહેબ ફાઇબર રૂ.100 કરોડ, રાજેશ્વરી પ્રોસેસ રૂ.60 કરોડ, ફાઇન ફેબ અને રાધાલક્ષ્મી સ્પિનટેક્સ રૂ.20-20 કરોડ મળી કુલ ₹200 કરોડનું રોકાણ કરાયું છે. જયારે મેટલ અને મિનરલ્સમાં સ્પેરોક્સ ટાઇલ્સ રૂ.68 કરોડ, સુપેરા ગ્રેનિટો રૂ.51 કરોડ, ક્યુરો ગ્રેનિટો રૂ.23.45 કરોડ, ઇલોક્સ ટાઇલ્સ રૂ.20.29 કરોડ સહિત 6 એકમોમાં રૂ.184.19 કરોડનું રોકાણ આવ્યું છે. સાથે જ ફાર્મા અને હેલ્થકેરક્ષેત્રે વાંકાનેરમાં આર્નિયા બાયોડોમ રૂ.24 કરોડ,હળવદમાં એક્વા ચાર્જ લાઇફસાયન્સ રૂ.26 કરોડ અને મોરબીમાં વિહાના હેલ્થ કેર દ્વારા બેબી ડાયપર માટે રૂ.18 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ પ્લાસ્ટિક, પોલીપેક, વુવન સેક, લેમી ટ્યુબ્સ, દોરડા, વેરહાઉસ, ઘડિયાળ અને એગ્રો પ્રોડક્ટ્સના 20થી વધુ એકમોમાં રૂ.150 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.નબળો ગણાતો માળીયા તાલુકો મૂડી રોકાણમાં મોખરે મોરબી જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ અંતર્ગત કુલ મળીને રૂપિયા 2,475.41 કરોડનું નવું મૂડી રોકાણ આવ્યું છે જેમાં સમગ્ર જિલ્લામાં નબળા ગણાતા માળીયા મિયાણા તાલુકાએ આ વખતે મૂડી રોકાણમાં મેદાન માર્યું છે, એકલા માળીયા તાલુકામાં જ કુલ મૂડી રોકાણનો 50 ટકા હિસ્સો એટલે કે 1200 કરોડથી વધુનું રોકાણ આવ્યું છે જયારે સૌથી ઓછું રોકાણ હળવદ તાલુકામાં રૂ.28 કરોડથી વધુનું છે.તાલુકા મુજબ રોકાણ અને એકમો તાલુકો એકમ રોકાણ માળિયા 5 એકમો — રૂ.1,228.50 કરોડ મોરબી 24 એકમો — રૂ.836.74 કરોડ ટંકારા 12 એકમો — રૂ.205.75 કરોડવાંકાનેર 7 એકમો — રૂ.175.95 કરોડહળવદ 2 એકમો — રૂ.28.47 કરોડકુલ 50 એકમો — રૂ.2,475.41 કરોડજિલ્લામાં વર્ષ 2026માં મૂડી રોકાણ કરનાર કંપની ક્રમ કંપનીનું નામ રોકાણ (કરોડમાં) તાલુકો સ્થિતિ 1 સિમ્પોલો ઇન્ટરનેશનલ 700.00 માળિયા ઉત્પાદન શરૂ2 સરફેસ સેરા આર્ટ 3.00 મોરબી ઉત્પાદન શરૂ3 આઇરિસ એફઆઇબીસી 20.00 ટંકારા ઉત્પાદન શરૂ4 રાજા બોર્ડર ટાઇલ્સ 2.00 મોરબી ઉત્પાદન શરૂ5 ટેનેટ પોલી પ્લાસ્ટ 3.00 મોરબી ઉત્પાદન શરૂ6 એક્વિસ્ટા યુનિફાય 2.00 મોરબી ઉત્પાદન શરૂ7 ઓમસેરા માઇક્રોન્સ 12.00 માળિયા ઉત્પાદન શરૂ8 લેવિરા ઇન્ડિયા 1.20 મોરબી ઉત્પાદન શરૂ9 ઇરાકોન સલ્ફર 3.00 મોરબી અમલીકરણ હેઠળ10 વાઝવુડ પ્રાઇવેટ 8.00 વાંકાનેર અમલીકરણ હેઠળ11 ટાપેજ બાથવેર 7.00 મોરબી ઉત્પાદન શરૂ12 ઓનેક્સ સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ 2.00 મોરબી ઉત્પાદન શરૂ13 ભાગ્યોદય પોલીફેબ 18.00 મોરબી ઉત્પાદન શરૂ14 ઇનારા ઇન્ડસ્ટ્રીઝ 5.50 વાંકાનેર ઉત્પાદન શરૂ15 પેંગ્વિન ફૂડ એન્ડ સીડ્સ 2.47 હળવદ ઉત્પાદન શરૂ16 લીફએજ વિનીયર 0.88 ટંકારા ઉત્પાદન શરૂ17 રિયલમંડ ટેકનોલોજીસ 2.85 મોરબી ઉત્પાદન શરૂ18 ક્રોસિકા ઇન્ડસ્ટ્રીઝ 1.15 મોરબી ઉત્પાદન શરૂ19 લેમિઝો પોલિમર્સ 6.56 ટંકારા ઉત્પાદન શરૂ20 વિનાર્ટ પેપર પ્રોડક્ટ 6.46 મોરબી ઉત્પાદન શરૂ21 એશિયાનેટ કમ્પોઝિટ 0.58 ટંકારા ઉત્પાદન શરૂ22 આર્ક...