લાંબા સમય બાદ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત 2 ટીમો દ્વારા નવડેલા રોડ અને ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ: 65 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 53604 રૂપિયાનો દંડ ફટકારાયોમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત પાલિકા દ્વારા 2 ટીમો બનાવવામાં આવી હતી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી હેઠળ આશરે 65 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને કુલ 53604 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.મહાપાલિકાની ટીમોએ નવાડેલા રોડ, ગ્રીન ચોક અને જૂના બસ સ્ટેન્ડ સહિતના આજુબાજુના વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન ગાંડુભાઈ મીઠાઈવાળા, ભવાની ફરસાણ, અમ્મા ટ્રેડિંગ, જયહિન્દ કોલ્ડ્રિંક્સ, મહેશ્વરી કોલ્ડ્રિંક્સ અને જલારામ ટ્રેડિંગ સહિતની જગ્યાઓએથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.અગાઉ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે જ્યારે ફરજ પર હતા ત્યારે આ દંડનીય કાર્યવાહી અસરકારક રીતે થતી હતી, પરંતુ ત્યારબાદ કામગીરી ગોકળગાયની ગતિએ થવા લાગી હતી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ફરીથી વધી ગયું હતું. હવે ફરીથી મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે આ કામગીરી લાંબો સમય ચાલુ રહે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PlasticBan #SwachhataZumbesh #MorbiMahanagarpalika