બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી 2,97,118 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યોમોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લાલપર નજીક નિર્મલ જ્યોતિ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઈવે રોડ પરથી એક અલ્ટો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર ચાલકને ઝડપી પાડી કાર અને દારૂ સહિત કુલ 2,97,118 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મારૂતિ સુઝુકી અલ્ટો કાર (GJ-13-NN-0346) નો ચાલક બળદેવ ઉર્ફે બાલો લાલપર ગામ તરફ વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નિર્મલ જ્યોતિ પેટ્રોલ પંપ પાસે રોડ પર વોચ ગોઠવી હતી અને રાત્રિના 2:00 વાગ્યાની આસપાસ કાર આવતા તેને અટકાવી તલાશી લીધી હતી. કારની અંદર તપાસ કરતા બોક્સમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 262 બોટલો મળી આવી હતી. દારૂના જથ્થાની કુલ કિંમત 47,118 રૂપિયા અને 2,50,000 રૂપિયાની અલ્ટો કાર મળીને કુલ 2,97,118 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે કાર ચાલક બળદેવભાઇ ઉર્ફે બાલો નાગરભાઇ સાકરીયા (ઉંમર 30, રહે. લાલપર ત્રીજા ગેટ પાસે, સ્મશાન પાસે, મૂળ રહે. પીપડી, તા. જસદણ) ની અટકાયત કરી છે. બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર નાગજીભાઇ બાર ચલાવી રહ્યા છે. #Morbi #MorbiNews #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GujaratPolice #ProhibitionAct