ઉમા શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે પરિવારોને અપાયેલી ઈંટોનું 60 દિવસનું અનુષ્ઠાન પૂર્ણ થતાં એકત્રીકરણ કરાયું: ગરબા અને પૂજનમાં 1000 જેટલી બહેનો જોડાઈમોરબી અપડેટ: પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર એવા સિદસર સ્થિત ઉમિયા માતાજી મંદિર દ્વારા શૈક્ષણિક હેતુસર અમદાવાદ અને રાજકોટના ઈશ્વરીયા ખાતે 'ઉમા શૈક્ષણિક સંકુલ' તથા અમદાવાદમાં દીકરા-દીકરીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં પરિવારોના ભાવનાત્મક જોડાણ માટે સૌરાષ્ટ્રના 1,37,000 પરિવારોને અનુષ્ઠાન માટે એક-એક ઈંટ આપવામાં આવી હતી.60 દિવસ સુધી ઘરમાં ઈંટનું પૂજન કર્યા બાદ હવે આ ઈંટો પરત એકત્રિત કરવાના ભાગરૂપે મોરબીના ઉમા ટાઉનશીપમાં સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સમિતિ મોરબી અને ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ ભવ્ય ઈંટ પૂજન અને 'આનંદના ગરબા' ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે 3 થી 4 વાગ્યા સુધી આનંદનો ગરબો અને 4 થી 4:30 વાગ્યા સુધી ઈંટ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આશરે 1000 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતાજી પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરી શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે સ્વૈચ્છિક અનુદાન પણ અર્પણ કર્યું હતું.આ કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત મહેમાન તરીકે સિદસર ઉમિયા માતાજી મંદિરના પ્રતિનિધિ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સરોજબેન બારડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ શૈક્ષણિક કાર્યમાં લોકોનું યોગદાન મળી રહે તે માટે આ આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમા ટાઉનશીપ મહિલા સંગઠનની બહેનો સંગીતાબેન, અંકિતાબેન, સુકેતાબેન અને નિશાબેન સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #UmiyaMataji #Sidsar #UmiyaTownship #PatidarSamaj #EducationProject #Garba