15 લાખ રૂપિયા 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશમોરબી અપડેટ : મોરબીના નીચીમાંડલ સ્થિત સેગા ગ્રેનિટો એલએલપીના ડેઝિગ્નેટેડ ભાગીદાર રામજીભાઈ કરમશીભાઈ ધોડાસરાએ ત્રાજપર સ્થિત કે-માર્ક બીઝસોલ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુંદ્રા સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. સેગા ગ્રેનિટો એલએલપીએ કે-માર્ક બીઝસોલ કંપનીને ક્રેડિટ પર સિરામિક પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું હતું, જેની બાકી રકમ પેટે ઉપેન્દ્રભાઈ કાસુંદ્રાએ કેનરા બેંક, મોરબી શાખાનો 15,00,000 રૂપિયાનો ચેક સેગાના નામે આપ્યો હતો. તારીખ 18/5/2019 ના રોજ આ ચેક બેંકમાં રજૂ કરતા તે 'પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર' ના શેરા સાથે પરત ફર્યો હતો.ફરિયાદીના વકીલની દલીલો અને કાનૂની કાર્યવાહી આ મામલે ચેક રિટર્ન અંગે કાનૂની નોટિસ પાઠવ્યા બાદ પણ આરોપી દ્વારા રકમ ન ચૂકવાતા મોરબીની કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અને 141 મુજબ ક્રિમિનલ કેસ (નંબર 5108/2019) દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી વકીલ સી.ડી. કારિયા દ્વારા દસ્તાવેજી પુરાવાઓ અને દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટનો આખરી હુકમ અને સજાતમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને, મોરબીના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.જે. જોષી સાહેબની કોર્ટે તારીખ 17/09/2026 ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુંદ્રાને કસૂરવાર ઠેરવીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને ફરિયાદીને વળતર પેટે 15,00,000 રૂપિયાની રકમ તારીખ 17/05/2019 થી વાર્ષિક 9% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આરોપી આ વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને વધુ 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવી પડશે તેવો હુકમ પણ અદાલતે કર્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #ChequeReturn #CourtJudgment #MorbiCourt #CeramicCity #GujaratNews